रविः स्थिरः शितकरश्चरश्च महीज उग्रः शशिजश्च मिश्रः|
लघुः सुरेज्यो मृद्रुश्च शनिश्च तीक्ष्णःकथितो मुनीन्द्रैः||
સૂર્ય (રવિ) સ્થિર,ચંદ્ર(સોમ)ચર,મંગળ-ઉગ્ર,બુધ-મિશ્ર,ગુરુ-લઘુ,શુક્ર-મૃદુ,અને શનિ-તીક્ષ્ણ છે.
ગ્રહો ના નામ અનુસાર કાર્ય તે ગ્રહોનું કાર્ય કરવાથી સફળતા મળે છે.
શુભ અને અશુભ વાર
સોમ,શુક્ર,ગુરુ,અને બુધ,આ ચાર વાર બધા કાર્યો કરવામાં સિદ્ધપ્રદ છે,
રવિવાર,મંગળવાર,અને શનીવાર અમુક કાર્ય માં લેવામાં આવે છે .સર્વ કાર્યમાં ખાસ કરીને વિવાહ કાર્ય માં નહિ.
વિશિષ્ઠ વાર,તિથી,યોગ નું ફળ કથન
આ પહેલા અને પછી જે વાર બતાવેલા છે,
તેના અનુસંધાન માં જોતા કાર્ય ના કરવું તેવું કહેલું છે.
આ કાર્ય હોરા-ક્ષણ માં કરવું જોઈએ તથા જે નક્ષત્ર માં જે કર્મ વિધિ અથવા નિષેધ હોય તે તેના સ્વામી ના મુહુર્ત માં કરવી જોઈએ.
દા.ત શનિવારે કોઈ કાર્ય કરવું હોય તો ઉપરના ચાર શુભ વાર માં થઇ શકે છે.
સોમ,બુધ,ગુરુ,શુક્રની હોરા માં થઇ શકે છે www.astrogujarati.com હોરા આપેલી છે.
તે જપી લેવી નક્ષત્ર માં પણ તેજ રીતે છે જે નક્ષત્ર હોય તેનો સ્વામી ગુરુ થતો હોય અને શનિવાર હોય તો ચાલે.
આજ રીતે તિથી માં જે કાર્ય કહ્યા છે આ તીથ્યંશ માં સમજવી જોઈએ યોગો માં કહેલા કાર્યો યોગાંશ (૨૭મોભાગ) તેમાં કરવા જોઈએ.મુનીઓ ને સ્થુળ ને સુક્ષ્મ ને વધારે પ્રબળ માનેલું છે.
યથા સુક્ષ્મ વાર હોરા
કયા દિવસે કયા સમયે કઈ હોરા છે, આ જાણવા માટે વાર પ્રવેશ કાળ થી જેટલી ઘડી ગઈ હોય તે ઘડી ને બે ગણી કરી પાંચ થી ભાગ આપી દબ્ધી-દિનપતિ ના ક્રમથી કાલહોરાપતિ બને છે.
અહી હોરેશ ની ગણના માં રવિ,શુક્ર,બુધ,સોમ,શનિ,ગુરુ,મંગળ આ પ્રમાણ થી જોવાય છે. દા.ત રવિવારે–
રવિ,શુક્ર,બુધ,સોમ,શનિ,ગુરુ,મંગળ આ પ્રામાણે જોવાય છે.